દ્વારકા : રખડતા શ્વાને રૂપામોરામાં 11 વર્ષીય બાળકીને ફાડી ખાધી, સારવાર મળે તે પહેલા જ મોત
ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. દ્વારકા જિલ્લાના રૂપામોરા વિસ્તારમાં 11 વર્ષીય મા

ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. દ્વારકા જિલ્લાના રૂપામોરા વિસ્તારમાં 11 વર્ષીય માસૂમ બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. જોકે, બાળકીને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. વ્હાલસોયી બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા વિસ્તારમાં રહેતા રહેતી 11 વર્ષીય બાળકીને રખડતા શ્વાને ફાડી ખાધી હતી. બચકાં ભરીને લોહિલુહાણ કરી નાખી હતી. ગંભીર રીતે ઘાયલ બાળકી સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
નોંધનીય છે કે, આવા બનાવ ભૂતકાળમાં કેટલાય સામે આવી ચૂક્યા છે. તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.






