સુરતમાં ગણેશ પંડાલમાં રાત્રે 9 વાગ્યે પડ્યો પથ્થર? ગણતરીના કલાકોમાં જ પોલીસે એક્ટિવ થઇને કેવી રીતે આરોપીઓને પકડ્યા
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ ત

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરૂણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતાં. સવારના પાંચ વાગ્યા સુધીમાં 27ને પકડી લેવામાં આવ્યાં હતાં. સુરતમાં 12 વર્ષ બાદ ગણપતિ ઉત્સવમાં પલિતો ચાંપનારાને તાત્કાલિક ઝડપી લેવાયા હતા.
ટાઈમલાઈન
રાત્રે 9 વાગ્યે- પંડાલ પાસે રમતા સગીરો દ્વારા ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયો
રાત્રે 10 વાગ્યે- હિન્દુઓ દ્વારા સગીરોને પકડી લેવામાં આવ્યાં
રાત્રે 11 વાગ્યે- પોલીસ સ્ટેશન સગીરોને લઈ જવાતા મામલો ઉગ્ર બન્યો
રાત્રે 12 વાગ્યે- હિન્દુ-મુસ્લિમ સંગઠનો દ્વારા સામ સામે પથ્થરમારો, 18 લાકોને પકડી લેવાયા
રાત્રે 1 વાગ્યે- પોલીસના ધાડે ધાડા ઉતરીને મામલો થાળે પાડવા પ્રયાસ
રાત્રે 2 વાગ્યે- ગણેશ પંડાલમાં હર્ષ સંઘવીએ પહોંચીને આરતી ઉતારી
રાત્રે 3 વાગ્યે- પોલીસ દ્વારા ડ્રોન, સીસીટીવી સહિતની મદદથી ધરપકડ શરૂ
સવારે 4 વાગ્યે- આરોપીઓને ઘરમાંથી બહાર કાઢીને ધરપકડ
સવાર 5 વાગ્યે- આરોપીઓને ઝડપી લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
ચુસ્ત બંદોબસ્ત
સૈયદપુરા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. તેમજ કોમ્બિગ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.








