સુરતમાં રાજ્યવેરા વિભાગનો અધિકારી 15 હજારની લાંચ લેતા ઝડપાયો
ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે. આ પ્રકારની ઘટનાઓ ઝડપી પાડવા માટે એન્

ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે. આ પ્રકારની ઘટનાઓ ઝડપી પાડવા માટે એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરી આ પ્રકારના સત્તાધિકારીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. એવામાં સુરતમાંથી રાજ્યવેરા વિભાગનો લાંચિયો અધિકારી ઝડપાયો છે. લાંચ લેવાને મામલે એસીબીએ નિલેશભાઈ બચુભાઈ પટેલની ધરપકડ કરી છે.
વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ રાજ્યવેરા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી ૧૫ હજારની લાંચ માંગી હતી. અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાૃત નાગરિક તરીકે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જ્યાં એસીબીએ છટકું ગોઠવીને ૧૫ હજારની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યો હતો.




