અમદાવાદ શહેરના વેજલપુરમાં સ્ટાર્ટઅપ 2.0નું આયોજન થશે
વેજલપુરમાં આગામી 22 માર્ચથી સ્ટાર્ટઅપ 2.0નું આયોજન થવાનું છે. આ આયોજનમાં દેશભરમાંથી લોકો આવશ

વેજલપુરમાં આગામી 22 માર્ચથી સ્ટાર્ટઅપ 2.0નું આયોજન થવાનું છે. આ આયોજનમાં દેશભરમાંથી લોકો આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પીયૂષ ગોયલ, સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય સ્ટાર્ટઅપ 2.0 યોજાશે.
વેજલપુરમાં આ ભવ્ય સ્ટાર્ટઅપ 2.0 આયોજનમાં બૉટ અને પેટીએમના સીઈઓ વિજયશેખર શર્મા જેવા જાણીતી ઉદ્યમીઓ પણ હાજર રહેવાના છે. કૃષિ કક્ષા સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ પણ જોડાશે. સ્પેસ અને સ્પોર્ટસ સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સ પણ જોડાશે.
સ્ટાર્ટઅપ 2.0ના આયોજનમાં વોકલ ફોર લોકલ ઉપર તમામ યુવાનો ભાર આપે છે. ગુજરાતમાં 11 હજાર સ્ટાર્ટઅપ છે. 1208 સ્ટાર્ટઅપ વેજલપુર વિધાનસભામાં છે. આ સ્ટાર્ટઅપ 2.0માં કુલ 42 સ્ટોલ બનાવવામાં આવશે. લોકોને અને વિદ્યાર્થીઓને આ અંગેની માહિતી આપવામાં આવશે.
યુવાનો પણ આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ભાગ લેશે