VIDEO : સાંઢિયા પુલ શરૂ થતાં એસટી ભાડામાં ઘટાડો
રાજકોટથી એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ રહેલો ર

રાજકોટથી એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ રહેલો રાજકોટનો મહત્વપૂર્ણ સાંઢિયા પુલ વાહનવ્યવહાર માટે ફરી શરૂ થઈ જતાં એસટી નિગમ દ્વારા બસ ભાડામાં ઘટાડો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અગાઉ આ પુલનું નિર્માણ કાર્ય ચાલુ હોવાના કારણે એસટી બસોએ લાંબો રૂટ ફરીને રાજકોટ શહેરમાં પ્રવેશ કરવો પડતો હતો, જેના લીધે ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે પુલ શરૂ થતાં રૂટ ફરી ટૂંકો થઈ ગયો છે, પરિણામે રાજકોટથી જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા તેમજ ત્યાંથી આવતા રૂટો પર મુસાફરોને ટિકિટ દીઠ ૩ રૂપિયાથી લઈને ૧૬ રૂપિયા સુધીનો સીધો ફાયદો થશે. આ નિર્ણયથી દૈનિક અને લાંબા અંતરની મુસાફરી કરતા હજારો લોકોને આર્થિક રાહત મળશે.




