મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :રાજકોટમાં નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો: તોડબાજી કરતા બે શખ્સો ઝડપાયા

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પોલીસ હોવાનો દાવો કરી તોડબાજી કરતા બે શખ્સો આર્યન ફળદુ અને પરમરાજ માં

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પોલીસ હોવાનો દાવો કરી તોડબાજી કરતા બે શખ્સો આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયાને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધા છે. આ બંને ગઠિયાઓએ વિસ્તારના ચાર યુવાનોને ડરાવી-ધમકાવી તેમની પાસે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. શંકાસ્પદ જણાતા યુવાનોએ પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ પોતે માલવિયાનગર પોલીસ મથકમાંથી આવ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ વિસ્તાર યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં આવતો હોવાથી યુવાનોને શંકા ગઈ અને સમગ્ર મામલે ભાંડો ફૂટી ગયો હતો. તુરંત જ યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને નકલી પોલીસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

આ સમાચાર શેર કરો