અપ્રમાણિકપણે મિલકત પચાવી પાડવાના ઈરાદે SRCના સંચાલકોની ધડપકડ, બોગસ પુરાવા થકી બળજબરીથી પચાવી કર્યો ફ્રોડ
સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા લીઝ પર અપાયેલી

સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા લીઝ પર અપાયેલી નેક્સસ ક્લબની પાર્ટનરશીપ અને સંચાલન બોગસ આધાર પૂરાવા થકી બળજબરીથી પડાવી લઈ ફ્રોડ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ગુનાની તપાસ કરી રહેલ અંજારની પોલીસે એ SRCના ડાયરેક્ટર હરીશ પેરુમલ કલ્યાણી અને SRCના સિનિયર એક્ઝિક્યુટીવ એન્જિનિયર આત્મારામ મુલચંદાણીની કાલે મોડી રાતે ધરપકડ કરી
સમગ્ર મામલો ગત ૨૬ જાન્યુઆરી રોજ સુભાષચંદ્ર જમનાપ્રસાદ સ્વામીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જીતુ હરકિશન ચંદનાની, હરકિશન એમ. ચંદનાની, ગુલ ગોપાલદાસ દરિયાણી, તેમના પત્ની માધુરી દરિયાણી અને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ એમ.સી. પ્રજાપતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવેલી. જેમાં આરોપ કરાયો હતો કે પાંચે જણે ભેગાં મળીને, તેમને વિશ્વાસમાં લઈને ગુનાહિત કાવતરું રચ્યું હતું. જેમાં અપ્રમાણિકપણે મિલકત પચાવી પાડવાના ઈરાદે બનાવટી ભાગીદારી કરારો કરીને બનાવટી જી ફોર્મ્સ બનાવી તેને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સમાં વેલ્યુએબલ સિક્યોરીટી તરીકે રજૂ કરી કરાવી નેક્સસ ક્લબમાં ગેરકાયદે પ્રવેશ કરી ક્લબનો કબજો ઝૂંટવી લીધો છે.
તેમજ ભાગીદાર દિપ્તીબેન આશરને ક્લબમાં પ્રવેશવા સબબ ધાકધમકી કરી હતી. નોંધનીય છે કે ત્રણેક વર્ષ અગાઉ આરોપી જીતુ હરકિશન ચંદનાનીએ પોતાને ક્લબનો એમડી ગણાવીને ૨૯-૦૩-૨૦૨૨ના રોજ પૂજા હિરાનંદાની, સુભાષ સ્વામી સહિતના ચાર લોકો સામે ખોટાં દસ્તાવેજોનો ઉપયોગ કરી ક્લબનો વહીવટ પડાવી લેવાની ફોજદારી ફરિયાદ નોંધાવેલી. હાલ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ.






