મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લગ્નમાં 'સાત ફેરા' અંગે હાઇકોર્ટના નિર્ણયને SPGનું સમર્થન: લાલજી પટેલે કહ્યું- 'ફેરા વિના લગ્ન અમાન્ય'

લગ્ન માટે ‘સાત ફેરા’ સંબંધિત હાઈકોર્ટન

લગ્ન માટે ‘સાત ફેરા’ સંબંધિત હાઈકોર્ટના અવલોકનને SPG દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે હાઈકોર્ટના નિર્ણયને આવકારતા જણાવ્યું કે સનાતન ધર્મ મુજબ સાત ફેરા ફર્યા બાદ જ લગ્ન પૂર્ણ ગણાય છે. માત્ર રજીસ્ટ્રેશન કરાવવાથી લગ્ન માન્ય ગણાય નહીં તેવું પણ તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે આજની યુવા પેઢીને પરંપરા અને કાયદાની પૂરતી જાણકારી નથી. સપ્તપદીમાં માતા-પિતાના વચનો પણ મહત્વપૂર્ણ હોય છે. છુપાઈને થતા લગ્નો પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. SPGએ હાઈકોર્ટના નિર્દેશનું કડક પાલન કરવાની અને કાયદામાં ફેરફાર કરવાની સરકારને અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો