Ahmedabad: ઉત્તરાયણ પર્વે કેમ્પ હનુમાન મંદિરમાં વિશેષ શણગાર, દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
આખા દેશમાં આજે મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના સુ


આખા દેશમાં આજે મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન કેમ્પ હનુમાન મંદિર ખાતે પણ ઉત્તરાયણનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાદાના દરબારને વિશેષ અને આકર્ષક રીતે શણગારવામાં આવ્યો છે. મકરસંક્રાંતિ નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરના ગર્ભગૃહ અને પરિસરને વિવિધ રંગબેરંગી પતંગો અને ફિરકીઓ વડે ડેકોરેટ કરવામાં આવ્યું છે. પતંગોથી કરાયેલો આ શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વહેલી સવારથી જ હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.




