મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'I M KILL TO MY MOM - LOSS MY LIFE', માતાની હત્યા કરી પુત્રએ સેલ્ફી સ્ટેટ્સમાં મુકી

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પુત્રએ જ માતાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. જોકે, હાલ સમગ્ર મામલે પોલીસે હત્યારા પુત

'I M KILL TO MY MOM - LOSS MY LIFE', માતાની હત્યા કરી પુત્રએ સેલ્ફી સ્ટેટ્સમાં મુકી

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પુત્રએ જ માતાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.  જોકે, હાલ સમગ્ર મામલે પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પુત્રએ જ ગળે ટુંપો આપી માતાની હત્યા કરી નાખી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, હત્યારા પુત્રએ માતાની હત્યા કર્યા બાદ માતા સાથે લીધેલી સેલ્ફી વોટ્સએપમાં સ્ટેટ્સમાં અપલોડ કરી હતી. જેમા લખ્યું હતું કે, ''આઈ એમ કીલ ટુ માય મોમ -લોસ માય લાઈફ, સોરી મોમ - ઓમ શાંતિ, મિસ યુ મોમ ''

હત્યા કર્યા બાદ હત્યારો પુત્ર પોલીસ સમક્ષ હાજર થયો

માતાની હત્યા કર્યા બાદ હત્યારો પુત્ર પોલીસ સમક્ષ હાજર થઈ પોતે માતાની હત્યા કર્યા અંગેની જાણ કરી હતી. માતા માનસિક બીમાર હોવાથી કંટાળીને હત્યા નિપજાવી હોવાની નીલેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. યુનિવર્સિટી પોલીસે આરોપીની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો