મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: SOGએ સ્વસ્તિક વિલામાં દરોડા પાડીને બે આરોપી સહિત લાખોની કિંમતનુ ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડવાવાનું ષડયંત્ર ઝડપાયું છે, મળતા અહેવાલ પ્રમાણે&n

Rajkot news: SOGએ  સ્વસ્તિક વિલામાં દરોડા પાડીને બે આરોપી સહિત લાખોની કિંમતનુ ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડવાવાનું ષડયંત્ર ઝડપાયું છે, મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરી છે. બેડી  નજીક આવેલ સ્વસ્તિક વિલા સોસાયટીમાં દરોડો પાડી SOGએ રૂ. 5.37 લાખની કિંમતનું 179.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે.

પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા બે શખ્સોની કરી ધરપકડ

પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા બે શખ્સો, અલ્પેશ ઉર્ફે ભૂરો તન્ના અને શફી પીંજારાની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આરોપી અલ્પેશ તન્ના આ જ વર્ષમાં બીજી વખત મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો છે. પોલીસે આ ડ્રગ્સનો સ્ત્રોત ક્યાંથી છે તે જાણવા માટે વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો