Video: પાટણ અને સમીમાં એસઓજીના દરોડા: ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બે બોગસ ડૉક્ટરો ઝડપાયા

પાટણ જિલ્લામાં અનધિકૃત રીતે તબીબી વ્યવસાય કરતા બોગસ ડૉક્ટરો સામે પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમી ટાઉનમાં ગરીબ અને અભણ ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ૬૫ વર્ષીય રાજેન્દ્રભાઈ વ્યાસ ઉર્ફે મુનાભાઈ એમબીબીએસ અને પાટણ શહેરના બુકડી વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય જયેશ ખત્રીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા….તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી કોઈપણ માન્ય ડિગ્રી કે લાયસન્સ મળી આવ્યા ન હતા. પોલીસે સ્થળ પરથી વિવિધ દવાઓ અને ઇન્જેક્શનો સહિત કુલ રૂપિયા ૬ હજાર ૪૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજીની આ સઘન કાર્યવાહીથી જિલ્લામાં પ્રિસ્ક્રિપ્શન વિના અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા અન્ય ઝોલાછાપ તબીબોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે બંને સામે કાયદેસરની ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.








