મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા : ડીસામાં તસ્કરો બે મંદિરમાંથી રોકડ, ચાંદી સાથે CCTVનું DVR પણ ચોરી ગયા

Banaskantha news : ગુજરાતમાં હવે તસ્કરો મંદિરને નિશાન બનાવવા લાગ્યા છે. અમરેલીના રાજુલામાં એક મંદિરમાંથી તસ્કરો આખી દાનપ

બનાસકાંઠા : ડીસામાં તસ્કરો બે મંદિરમાંથી રોકડ, ચાંદી સાથે CCTVનું DVR પણ ચોરી ગયા

Banaskantha news : ગુજરાતમાં હવે તસ્કરો મંદિરને નિશાન બનાવવા લાગ્યા છે. અમરેલીના રાજુલામાં એક મંદિરમાંથી તસ્કરો આખી દાનપેટીઉઠાવી ગયા હતા, તો હવે બનાસકાંઠાના ડીસામાં તસ્કરોએ બે મંદિરને નિશાન બનાવી આ મંદિરોમાંથી રોકડ, ચાંદી સાથે CCTV-DVR પણ ચોરી ગયા છે. 

એક મંદિરમાં 45 હજાર, બીજામાં 5 હજારની ચોરી

બનાસકાંઠાના ડીસામાં નાગેશ્વર ગોગા મહારાજના મંદિર અને રત્નેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે તસ્કરો ત્રાટકયા હતા.  આ ચોર ટોળકીએ એક મંદિરમાંથી 40 હજાર અને બીજા મંદિરમાંથી 5 હજાર રૂપિયાની ચોરી કરી હતી. સાથે જ ચોરીની ઘટના CCTV  કેમેરામાં કેદ થઇ હોવાથી ચોરો CCTV કેમેરાનું DVR પણ ચોરી ગયા હતા. આ સમગ્ર મામલે ડીસા દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.  

આ પણ વાંચો : રાજકોટમાં ઈન્સ્ટામાં સ્ટેટસ જોઈ ચોરે ઓળખીતાના ઘરની તિજોરી કરી સાફ, પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યો

રાજુલામાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી ઉઠાવી ગયા

અમરેલી જિલ્લામાં મંદિરની આખી દાન પેટીની ચોરી કરતા CCTVમા તસ્કરો કેદ થયા હતા. રાજુલા તાલુકાના ચોત્રા ગામ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિરમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો લોખંડની આખી દાનપેટી ઉઠાવી ગયા હતા. આ અંગે મંદિરના પૂજારીએ રાજુલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવી છે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મોમાઇ માતાજીનું મંદિર સમગ્ર બાબરીયાવાડ પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે.

આ સમાચાર શેર કરો