VIDEO: હાટકેશ્વર બ્રિજ તોડવાની ધીમી કામગીરીને પગલે ધંધા-રોજગાર ઠપ, વેપારીઓએ દુકાન બંધ રાખી કર્યો વિરોધ
અમદાવાદના હાટકેશ્વર બ્રિજની ધીમી કામગીરીને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા
અમદાવાદના હાટકેશ્વર બ્રિજની ધીમી કામગીરીને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ આજે બજાર બંધ પાળી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલતી હોવાથી ઉડતી ધૂળ, ખરાબ રસ્તા અને ટ્રાફિક જામને કારણે ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે. વેપારીઓએ ચીમકી આપી છે કે જો વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષે માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.




