મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: નવા 150 ફૂટ રિંગ રોડ પર નિર્માણાધીન પુલનો સ્લેબ નમ્યો, RUDA એ આપી સ્પષ્ટતા

રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર બની રહેલા પુલનો સ્લેબ ધરાશાયી થવાના મામલે ત

રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર બની રહેલા પુલનો સ્લેબ ધરાશાયી થવાના મામલે  તંત્ર દ્વારા મહત્વનું નિવેદન જારી કરવામાં આવ્યું છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના CEO જી.વી. મીયાણીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ગઈકાલે પૂલનું કામ ચાલુ હતું તે દરમ્યાન સ્લેબ નમી ગયો હતો, જે બાદ સ્થળ પરના એન્જિનિયરે તાત્કાલિક અમને જાણ કરી હતી  અને સ્લેબ દૂર કરવા માટે સૂચના અપાઈ હતી, જેના અનુસંધાને આજે સ્લેબ દૂર કરાયો છે.  સ્લેબ દૂર કરતા એક દિવસ જેટલો સમય લાગે છે. સ્લેબનો અંદાજિત વજન 200 ટન જેટલો હોય છે. આ મામલે કોઈ અઘટિત ઘટના બની નથી અને સ્લેબ દૂર થતા પુલની આગળની કામગીરી શરૂ થઈ જશે.  

આ સમાચાર શેર કરો