મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સિંધી સમાજે રંગેચંગે કરી ચેટીચાંદની ઉજવણી, રોકસ્ટાર નિલે યુવા હૈયાઓને ડોલાવ્યા

ગુજરાતભરમાં સિંધી સમાજ નવા વર્ષની ઉજવણી કરવામાં હતી. સુરતમાં ઠેર ઠેર વસતા સિંધી સમાજના લોકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો

સુરતમાં સિંધી સમાજે રંગેચંગે કરી ચેટીચાંદની ઉજવણી, રોકસ્ટાર નિલે યુવા હૈયાઓને ડોલાવ્યા

ગુજરાતભરમાં સિંધી સમાજ નવા વર્ષની ઉજવણી કરવામાં હતી. સુરતમાં ઠેર ઠેર વસતા સિંધી સમાજના લોકો દ્વારા અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યાં હતાં. જેમાં ઝૂલેલાલ સિંધી યુવક મંડળ પાલનપુર કેનાલ રોડ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રોકસ્ટાર નિલે સિંધી ભાષામાં ગીત સંગીત રજૂ કરીને સૌ કોઈને ડોલાવ્યા હતાં. મોટી સંખ્યામાં હાજર રહેલા સિંધી સમાજ સહિતના સર્વ સમાજના રાજકિય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓના સન્માન કરવામાં આવ્યાં હતાં.તમામ લોકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

નવા વર્ષની ઉજવણી

સુરતના ગૌરવ પથ રોડ પાલનપોર ગામ સાંસ્કૃત પાર્ટી પ્લોટ ખાતે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી. અહિં જ્યોત સાહિબ અને મંદિર પણ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આવેલા સિંધી પરિવારોએ દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ સિંધી ભાષામાં અગ્રણ્ય સ્થાન ધરાવતા રોકસ્ટાર નિલના ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ નાચ ગાનની સાથે જ નવા વર્ષને ઉમળકાભેર આવકાર્યું હતું. સિંધી સમાજના વડીલોના પથ પર ચાલતાં અનેરા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

જય ઝૂલેલાલના લાગ્યા નારા

સિંધી સમાજના સિમ્મી જગવાણીએ કહ્યું કે, ચૈત્ર મહિનામાં આવતા બીજના ચાંદને ચેટીચાંદ કહેવામાં આવે છે. દરિયામાંથી ઉદભવેલા દેવને ઝૂલેલાલ કહી છીએ. જે ઝૂલે છે. આવ્યો છે લાલ અને ઝૂલી રહ્યો છે. તેથી આયો લાલ.. ઝૂલેલાલ..આપણા સિંધ પ્રદેશને સૌ કોઈ જાણે છે. તમામ વેદો સિંધુના કિનારે લખાયેલા છે. પોતાના ધર્મની રક્ષા માટે દરિયાલાલ આવ્યા હતાં. અંખડ ભારતથી સિંધીઓ આવ્યા છે. પોતાના ધર્મની રક્ષા માટે શરણાર્થી બનીને આવ્યા. પુરુષાર્થ કરીને પરમાર્થી બનીને સિંધી સમાજ આજે કામ કરી રહ્યો છે. યુવાઓને ધર્મ સાથે જોડવા માટે વારસા સાથે જોડવા માટે આ પ્રકારના કાર્યક્રમોના આયોજન નવયુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યાં છે. આ મંડળ જે કામ કરી રહ્યા છે. તેને તમામ વડીલો સાથ સહકાર અને સપોર્ટ આપી રહ્યાં છે.

6 હજાર લોકોએ ભોજન પ્રસાદ લીધો

ઝુલેલાલ સિંધી યુવક મંડળના મનીષ જસવાણી અને પ્રેમ તનવાણીએ કહ્યું કે, અમે સૌ એક મળીને અહિં 6 હજાર લોકોનો પ્રોગ્રામ કરી રહ્યાં છીએ. આ કાર્યક્રમમાં સમાજની સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. અહિં શાનદાર પ્રોગ્રામ થયો છે. 35 યુવાનોની ટીમ આ સમગ્ર કાર્યક્રમ કર્યો છે. નિલ રોકસ્ટારે ધૂમ મચાવી હતી. આ કાર્યક્રમમાં મુંબઈથી આવેલા નિલ રોકસ્ટારે લોકોને ડોલાવ્યા હતાં. છ હજાર લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી. સિંધી બોલી, સંસ્કૃતિ અને ધર્મ તમામને યાદ રહે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.સમાજના અગ્રણીએ વધુમાં કહ્યું કે, સિંધથી ખાલી હાથે આવ્યા હતાં. પરંતુ પુરુષાર્થ કરીને આજે સંસ્કૃતિની સાથે તમામ લોકો ખૂબ આગળ વધ્યા છીએ.આ કાર્યક્રમમાં સુરત મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી અનિલ ગોપલાણી, પૂર્ણેશ મોદી,અનિલ બિસ્કીટવાલા તથા સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કટનીથી રમેશ પ્રકાશ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. રૂપચંદભાઈ નિજધામ આશ્રમથી આવ્યા હતાં.

આ સમાચાર શેર કરો