મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડી: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ભૂતિયા B.Ed કોલેજ મામલે ઇન્ક્વાયરી કમિટીના ચાર સભ્યોને કારણદર્શક નોટિસ

પાટણની હેમચંદ્રાચાર્યં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કડીની ભૂતિયા B.Ed કોલેજ મામલે મોટું એક્શન લીધુ

કડી: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ભૂતિયા B.Ed કોલેજ મામલે ઇન્ક્વાયરી કમિટીના ચાર સભ્યોને કારણદર્શક નોટિસ

પાટણની હેમચંદ્રાચાર્યં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કડીની ભૂતિયા B.Ed કોલેજ મામલે મોટું એક્શન લીધું છે. મળતા અહેવાલ પ્રમાણે  લોકલ ઇન્ક્વાયરી કમિટીના ચાર સભ્યોને કારણદર્શક નોટિસ પાઠવી હતી.

બીએડ ભૂતિયા કોલેજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

લોકલ ઇન્ક્વાયરી કમિટીના  ડો.લલિત પટેલ,ડો.સી.એમ ઠક્કર અને અજય પટેલ સાથે જ પીનાક્ષી પટેલને નોટીસ ફટકારવામાં આવી છે. આ તમામ ચારેય સભ્યોનો શારદા બીએડ ભૂતિયા કોલેજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

યુનિવર્સિટીએ બોગસ યુનિવર્સિટીને મંજૂરી

પોઝિટીવ રિપોર્ટના આધારે યુનિવર્સિટીએ બોગસ યુનિવર્સિટીને મંજૂરી આપી હતી. ચારેય સભ્યોને કારણદર્શક નોટિસ આપી એક અઠવાડિયામાં ખુલાસો આપવાનો રહેશે. જો ખુલાસો યોગ્ય નહી લાગે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે.

આ સમાચાર શેર કરો