VIDEO: અમદાવાદમાં મંજૂરી વિના ફિલ્મનું શૂટિંગ પડ્યું ભારે! સતાધાર બ્રિજ પર પબ્લિકને હેરાન કરનાર પ્રોડક્શન હાઉસના માલિક સામે વસ્ત્રાપુર પોલીસની
અ

અમદાવાદના સતાધાર બ્રિજ પર મંજૂરી વિના ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવું પ્રોડક્શન હાઉસને ભારે પડ્યું છે. ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે શુંના શૂટિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોડક્શન હાઉસના સંચાલક રાઉમા માહિર સામે જાહેર માર્ગ પર લોકોને હેરાનગતિ પહોંચાડવા અને પરવાનગી વિના શૂટિંગ કરવા બદલ ગુનો નોંધાયો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત વાયરલ વીડિયોમાં દેખાતા અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.




