VIDEO: ભરૂચમાં ધોળા દિવસે ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ધોળા દિવસે ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટનાએ ચકચાર મચાવી છે. કોઠી વિસ્તા

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ધોળા દિવસે ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટનાએ ચકચાર મચાવી છે. કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ ઝનોરવાલાએ પોતાની પુત્રવધુ એલિફિયા ઝનોરવાલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી. ત્યારબાદ આરોપી વ્હોરવાડ વિસ્તારમાં એલિફિયાની માતા શહેનાઝ નમકવાલાના ઘરે પહોંચ્યો અને તેમની પણ નિર્દયતાથી હત્યા કરી. બંને હત્યાઓ અંજામ આપ્યા બાદ જૈનુલે જાતે છરીથી હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક તકરારને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




