શિવરાત્રિએ ઘૂઘલેશ્વર મહાદેવ મંદિરે ધામધૂમથી થઈ શિવપૂજા, 25હજારથી વધુ ભક્તોએ લીધો લાભ
આજે શિવરાત્રિ ના પવિત્ર દિવસે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુઘલા ખાતે આવેલા બહુ જ પૌરાણિ

આજે શિવરાત્રિ ના પવિત્ર દિવસે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુઘલા ખાતે આવેલા બહુ જ પૌરાણિક આધ્યાત્મક ઘૂઘલેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. કડી તાલુકાના ઘુઘલા વિસ્તારમાં આવેલા આ મહાદેવ મંદિરે શિવરાત્રીના પાવન પર્વે ભવ્ય મેળાનું આયોજન થયું હતું. જેમાં આશરે 25થી 30 હજાર હરિભક્તોએ શિવપૂજાનો લાભ લેવા સાથે મેળાનો આનંદ માણ્યો હતો. ઘૂઘલેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય પૂજા, આરતી સાથે ભક્તોને ભાંગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ વર્ષો પુરાણા ઘૂઘલેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગના દર્શનથી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.સમગ્ર મંદિર પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો હતો.
ઘૂઘલેશ્વર મહાદેવનું મંદિર જંગલ વિસ્તારમાં ગણાતું હતું. લગભગ ત્રણેક હજાર વર્ષ જૂનું હોવાની લોકવાયકા છે. આ મંદિર દ્વારા વૃધ્ધાશ્રમ તથા ગૌશાળા પણ ચાલે. આ મહાદેવ મંદિરનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલું છે. હેડમ્બાવનમાં આવેલા પાંડવોએ અહીં રાત્રી રોકાણ કર્યું હતું. આ પૌરાણિક ઘૂઘલેશ્વર મહાદેવ મંદિરે ખાવડ, સેદરડી, ઘુઘલા, ધરમપુર, ડરણના સીમાડાઓ વચ્ચે આવેલું છે. અહીં દર વર્ષે શિવરાત્રીએ તેમજ શ્રાવણ મહિનામાં આખો મહિનો મોટો મેળો લાગે છે. આજુબાજુના ગામના તમામ લોકો સપરિવાર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં આવે છે.




