VIDEO: છોટા ઉદેપુરમાં શિહોદનો બ્રિજ અધવચ્ચેથી તૂટ્યો, એક દિવસના વરસાદે જ ભ્રષ્ટાચારની ખોલી પોલ
રાજ્યમાં વધુ એક વખત વરસાદને કારણે બ્રિજ તૂટી ગયો છે. મોરબીના હળવદ પછી હવે છોટા ઉદેપુરના શિહોદમાં બ્રિજ અધ વચ્ચેથી તૂ

રાજ્યમાં વધુ એક વખત વરસાદને કારણે બ્રિજ તૂટી ગયો છે. મોરબીના હળવદ પછી હવે છોટા ઉદેપુરના શિહોદમાં બ્રિજ અધ વચ્ચેથી તૂટી ગયો હતો.જોકે, આ બ્રિજ પર કોઇ પ્રસાર થયું ન હોવાથી મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી. એક દિવસના વરસાદમાં જ બ્રિજ તૂટી પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ છે.
સુખી ડેમમાં પાણી છોડાતા જ બ્રિજના પાયા બેસી ગયા
છોટા ઉદેપુરના શિહોદ ગામમાં સુખી ડેમમાં પાણી છોડાતા જ બ્રિજના પાયા બેસી ગયા હતા. બ્રિજ બેસી જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો જેને કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. નેશનલ હાઇવે 56 પર બ્રિજને મોટુ નુકસાન થયું હતું. ગત વર્ષે પણ વરસાદમાં આ બ્રિજ ક્ષતીગ્રસ્ત થયો હતો અને આ વર્ષે આ બ્રિજ અધવચ્ચેથી જ તૂટી પડ્યો હતો.






