VIDEO: Suratમાં માથાભારે શબ્બીર ગૌડીલનો નીકળ્યો વરઘોડો, ખંડણી ઉઘરાવનાર ઝડપાતા લોકોએ લગાવ્યા નારા..
સુરતના રાંદેર વિસ્તારમાં ખોફ ફેલાવનાર માથાભારે શખ્સ શાહિદ શબ્બીર ગૌડીલને SOG પોલીસે ઝડપી લીધો છે. ધરપકડ બાદ S
સુરતના રાંદેર વિસ્તારમાં ખોફ ફેલાવનાર માથાભારે શખ્સ શાહિદ શબ્બીર ગૌડીલને SOG પોલીસે ઝડપી લીધો છે. ધરપકડ બાદ SOGએ રાંદેર વિસ્તારમાં જ શાહિદનો વરઘોડો કાઢ્યો હતો.માહિતી મુજબ, શાહિદ ગૌડીલ રાંદેર વિસ્તારમાં દાદાગીરી કરી ખોફનો માહોલ ઉભો કરતો હતો. તાજેતરમાં તેણે એક યુવકને હેરાન કરી, હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી. યુવક પાસેથી 30 હજાર રૂપિયા વસૂલ્યા બાદ પણ તે વારંવાર હેરાન કરતો રહ્યો, જેના કારણે યુવકે આખરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.ફરિયાદના આધારે SOG પોલીસે કાર્યવાહી કરી શાહિદ ગૌડીલને ઝડપી પાડ્યો. ધરપકડ બાદ પોલીસ દ્વારા વરઘોડો કાઢતા સ્થાનિક લોકોએ ફૂલહાર પહેરાવી પોલીસનું સન્માન કર્યું.



