મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મહેસાણા જિલ્લા પંચાયતનું બનશે સાત માળનું અધ્યતન ભવન, મંત્રી ઋષિકેશ પટેલે ખાતમુહર્ત કર્યું

સોર્સ: gstv

મહેસાણા જિલ્લા પંચાયતનું અંદાજે દસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સાત માળનું નવું અને અધ્યતન ભવન નિર્માણ પામવા જઈ રહ્યું છે, જેમાં તમામ અધિકારીઓ માટે અત્યાધુનિક કોર્પોરેટ સુવિધાઓ ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારના વધતા બજેટ અને ઝડપી વિકાસ કાર્યોથી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતભરમાં ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતો માટે અંદાજે ચાર હજાર જેટલી નવી કચેરીઓ અને ભવનો બનાવવાની દિશામાં ઉત્તમ કામગીરી ચાલી રહી છે, જેનાથી રાજ્યના વિકાસને વધુ વેગ મળશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ભવનના આ ખાતમુહર્ત પ્રસંગે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો