મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મહેસાણા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, સંકટના સમયે રાજકીય રોટલા શેકવાનો લગાવ્યો આક્ષેપ

સોર્સ: gstv

મહેસાણામાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે અલ નીનોની અસરને કારણે દેશભરમાં ઓછો વરસાદ થયો છે, જેના પરિણામે વીજળીની ખપતમાં અસાધારણ વધારો નોંધાયો છે. તેમણે કોંગ્રેસની ટીકા કરતા ઉમેર્યું હતું કે આવા મુશ્કેલ અને સંકટના સમયમાં પણ કોંગ્રેસ માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહી છે. જોકે, સરકાર વિકાસ કાર્યો માટે વિપક્ષના તમામ સારા અને રચનાત્મક સૂચનો સ્વીકારવા હંમેશા તૈયાર છે. કોંગ્રેસ હવે સંપૂર્ણપણે વામપંથી વિચારધારાનો પક્ષ બની ગયો હોવાનું જણાવી તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દેશની મજબૂત લોકશાહીમાં માત્ર જનાદેશથી જ સત્તાનું પરિવર્તન શક્ય છે.

આ સમાચાર શેર કરો