મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા: સામેત્રામાં પ્રદૂષણ ફેલાવતી પેપર મિલ આખરે બંધ કરાઈ, જીપીસીબીએ ૧૦ લાખની બેંક ગેરંટી જપ્ત કરી

મહેસાણાના સામેત્રા ગામમાં ભારે પ્રદૂષણ ફેલાવતી

તસવીર: gstv

મહેસાણાના સામેત્રા ગામમાં ભારે પ્રદૂષણ ફેલાવતી વિવાદાસ્પદ પેપર મિલ વિરુદ્ધ તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા સતત દુર્ગંધ અને પ્રદૂષણની ફરિયાદો તેમજ રસ્તા રોકો આંદોલન બાદ જીપીસીબી એક્શનમાં આવ્યું હતું….હાઈકોર્ટે મિલની અરજી રદ કરતાં જીપીસીબીએ મિલની ૧૦ લાખ રૂપિયાની બેંક ગેરંટી જપ્ત કરી લીધી છે. આ સાથે જ પ્રદૂષણ ફેલાવતી આ પેપર મિલને સંપૂર્ણપણે તાળાબંધી કરીને તેનું તમામ કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે, જેનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ સમાચાર શેર કરો