VIDEO : હળવદમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી, કેનાલમાં ગટરનું ગંદુ પાણી છોડાતા ચકચાર
હળવદ નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે કેનાલમાં ગટરનું ગંદુ પાણી છોડ

હળવદ નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે કેનાલમાં ગટરનું ગંદુ પાણી છોડાતા ચકચાર મચી ગઈ છે. આ દૂષિત પાણીના કારણે કેનાલમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે અને સર્જાયેલી દુર્ગંધથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોને ભય છે કે જો આ પાણી પીવાના સ્ત્રોતમાં ભળશે તો ગંભીર રોગચાળો ફાટી નીકળશે. જાહેર આરોગ્ય સાથે થઈ રહેલા આ ચેડાં બદલ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો હવે આ બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી અને તપાસની માંગ કરી રહ્યા છે.



