મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratના હેલ્થ સેન્ટરમાં ગંભીર બેદરકારી, સફાઈ કામદાર કરે છે નર્સનું કામ

સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં ગંભીર બેદરકારીનો મામ

સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સગર્ભા સ્ત્રીઓના રૂટિન ચેકઅપનો કાર્ય, જે સામાન્ય રીતે નિષ્ણાંત નર્સો દ્વારા કરવામાં આવતો હોય છે, તે ત્યાં સફાઈ કામદારે કરતા હોવાનું સામે આવ્યું છે.આ ચેકઅપ દરમ્યાન બ્લડ પ્રેશર, વજન જેવી મહત્વપૂર્ણ માહિતી નોંધવામાં આવે છે, જે પછી મેડિકલ ડોક્ટર સુધી પહોંચાડવામાં આવે છે. ડોક્ટર એ આધારે જરૂરી દવા અને પરામર્શ આપે છે. પરંતુ આ મામલે નિષ્ણાત નર્સની જગ્યાએ સફાઈ કામદારે ચેકઅપ કરતા હોવાને કારણે આરોગ્ય વિભાગની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે આ બેદરકારી સામે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો