મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા- ઈડર હાઈવે પર બેફામ ટ્રકે કારને મારી ટક્કર, એક જ પરિવારના પાંચ લોકોના મોત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યાં છે. અહેવાલ અનુસાર એક

સાબરકાંઠા- ઈડર હાઈવે પર બેફામ ટ્રકે કારને મારી ટક્કર, એક જ પરિવારના પાંચ લોકોના મોત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યાં છે. અહેવાલ અનુસાર એક બેફામ  ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં  એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા, ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને બાહર કાઢ્યા હતા.

પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો

 કાર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થયો છે.

કેમ એક પછી એક અકસ્માત વધ્યાં? 

મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પરિવાર બર્થ ડે  પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે  ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો