વડોદરા: સાવલી પાસે ટેન્કર અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત, 20થી વધુ ઘાયલ
વડોદરા જીલ્લાના સાવલી સાંકરદા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 20થી વધુ લોકોને સયાજી

વડોદરા જીલ્લાના સાવલી સાંકરદા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 20થી વધુ લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ટેન્કર અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આઈસરમાં સવાર લોકો સામાજીક પ્રસંગે જઈ રહ્યા હતા
આઈસરમાં સવાર લોકો અડાસથી નટવર નગર ગામ ખાતે સામાજિક પ્રસંગે જઈ રહ્યા હતા. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ગંભીર અકસ્માતના પગલે રસ્તા ઉપર લોક ટોળા ઉમટ્યા હતા. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.




