પેટ્રોલના નામે હવાનું વેચાણ? ગ્રાહકે પંપ સંચાલકની પોલ ખોલી
વલસાડમાં એક પેટ્રોલ પંપ પર કથિત ગેરરીતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે


વલસાડમાં એક પેટ્રોલ પંપ પર કથિત ગેરરીતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે પંપમાંથી પેટ્રોલને બદલે માત્ર હવા આવતી હતી, જેનો તેણે વીડિયો બનાવી વાયરલ કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પેટ્રોલ પંપ પર થતી છેતરપિંડી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.



