VIDEO: ભાવનગર થોરડી ગામ પાસે પૂરના પાણીમાં વૃદ્ધ તણાયા યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ
ભાવનગર જિલ્લાના થોરડી ગામ પાસે ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર

ભાવનગર જિલ્લાના થોરડી ગામ પાસે ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિમાં એક દુર્ઘટના સામે આવી છે. ગામની તલાવડી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા ત્રણ વ્યક્તિઓ પૈકી દિલીપભાઈ છગનભાઈ રાઠોડ નામના વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા, જ્યારે તેમની સાથેના અન્ય બે યુવાનોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પીએ બુધેશભાઈ જાંબુચા, સ્થાનિક મામલતદાર, સરપંચ અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. હાલમાં તંત્ર દ્વારા NDRF અને ફાયર બ્રિગેડની ટીમોને કામે લગાડીને તણાયેલા વૃદ્ધની શોધખોળ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.




