મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર/ ગરાજીયા ગામે માલધારી પર સિંહનો હુમલો, હચમચાવી નાખે એવો વીડિયો વાયરલ

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે સિંહના હુમલાની એક ચોંકાવનારી

તસવીર: gstv

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે સિંહના હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પોતાના ઘરે હતા, તે દરમિયાન અચાનક એક હિંસક સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. આ અણધાર્યા હુમલામાં માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાળુભાઈને તાત્કાલિક સારવાર અર્થે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, સીમ વિસ્તારમાં માલધારી પર સિંહના હુમલાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ હિંસક ઘટના અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ સતર્ક થઈ ગઈ છે અને ઘટનાસ્થળે પહોંચીને સિંહના લોકેશન તેમજ આ મામલે આગળની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો