સુરતમાં સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રના લીરેલીરા, વરસાદની આગાહી વચ્ચે પણ SD જૈન સ્કૂલ રહી ચાલુ
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિ

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. જે અંતર્ગત આજે રજા જાહેર કરવામાં આવી હતી. તેમ છતાં વેસુ વિસ્તારમાં આવેલી એસ ડી જૈન સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને જોખમ વચ્ચે બોલાવાયા
વેસુ સ્થિત S D જૈન સ્કૂલ સરકારના પરિપત્રને ઘોળીને પી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આજે સ્કૂલ બંધ માટે જાહેરાત કરી હતી. તેમ છતાં પોતાની મનમાની ચલાવતા અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખ્યા હોય તે રીતે S D જૈન સ્કૂલ ચાલુ જોવા મળી હતી. ત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળ્યુ હતું.
નોટિસ અપાશે
ડીઈઓએ કહ્યુ કે, સુરત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં તપાસ કરી નોટિસ આપવામાં આવશે. સ્કૂલ ચાલુ હતી.DEO ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી. ધોરણ 1 થી 7 ગુજરાતી મીડિયામાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા હતા. આ સ્કૂલને શિક્ષણ વિભાગનો કોઈ ડર નથી...? હવામાન વિભાગની આગાહી બાદ શિક્ષણ વિભાગે રજા જાહેર કરી હતી.






