પ્રોજેક્ટ લાયનમાં મળશે સફળતા? ટાઈગર રિઝર્વમાં વૈજ્ઞાનિક ઢબથી કામગીરી જ્યારે ગીરમાં દે ધનાધન
પ્રોજેક્ટ ટાઈગરની જેમ હવે પ્રોજેક્ટ લાયન અમલમાં આવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વન્ય જીવ તજજ્ઞોએ

પ્રોજેક્ટ ટાઈગરની જેમ હવે પ્રોજેક્ટ લાયન અમલમાં આવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વન્ય જીવ તજજ્ઞોએ બાબત પર ભાર મુકી રહ્યા છે કે પ્રોજેક્ટ ટાઈગરમાં વાઘની જેવી રીતે તકેદારી લેવામાં આવે છે તેવી વ્યવસ્થા પ્રોજેક્ટ લાયનમાં પણ ગોઠવવી જરૂરી હોવા છતાં ખરેખર તેમ થશે કે કેમ એ બાબત જ શંકાસ્પદ જણાય છે. પ્રોજેક્ટ ટાઈગરનું સંપૂર્ણ મેનેજમેન્ટ NTC દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે પ્રોજેક્ટ લાયનમાં કેન્દ્રની કમિટી બનાવી તેના પર NTCની જેમ બારીકાઈથી દેખરેખ રાખવામાં આવે તો જ ખરા અર્થમાં પ્રોજેક્ટ લાયનથી સિંહોને ફાયદો થાય તેમ છે. પ્રોજેક્ટ ટાઈગરની સારી અમલવારીના કારણે વાઘનો મૃત્યુદર સિંહ કરતા ખૂબ ઓછો હોવાનું પણ રેકોર્ડ પર નોંધાયેલું છે.
પ્રોજેક્ટ ટાઈગર અમલમાં લાવવામાં આવ્યો
જ્યારે વાઘ નામશેષ થવાના આરે હતા ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા વર્ષ 1973માં વાઘ માટે ખૂબ મહત્વનો કહી શકાય તેવો પ્રોજેક્ટ ટાઈગર અમલમાં લાવવામાં આવ્યો હતો. જેના કારમે આજે દેશના 18 રાજ્યોમાં વાઘ વિહાર કરી રહ્યા છે. વાઘ ધીમે ધીમે કરીને અત્યાર સુધીમાં 57 ટાઈગર રિઝર્વ કરવામાં આવ્યા છે. ટાઈગર રિઝર્વમાં એનટીસીએના સુપરવિઝન હેઠળ ખુબ મહત્વની કામગીરી થાય છે.
પગના નિશાન, તેના મળના ડેટા, અવાજ સહિતની વિગતોની નોંધ કરવામાં આવે છે
જેમાં એમસ્ટ્રાઈપ પેટ્રોલિંગ પદ્ધતિ દ્વારા ટાઈગર રિઝર્વમાં મોનિટરીંગ કરવામાં આવે છે, જે તે વિસ્તારના બિટગાર્ડ તથા ફોરેસ્ટર દ્વારા જીપીએસ સાથે રસ્તા સિવાયના અંતરિયાળ સહિતના ભાગમાં ચાલીને પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેનો તમામ ડેટા દરમહિને ડીસીએફ કચેરીમાં આપવામાં આવે છે. આવા પેટ્રોલિંગ દરમિયાન વન્ય પ્રાણી જોવા મળે તો તેનો ડેટા તેના પગના નિશાન, તેના મળના ડેટા, અવાજ સહિતની વિગતોની નોંધ કરવામાં આવે છે.
57 ટાઈગર રિઝર્વ કરવામાં આવ્યા
આ પદ્ધતિ ટાઈગર રિઝર્વમાં વર્ષ 2010થી અમલમાં છે, જ્યારે કામગીરી કરવામાં આવતી નથી, ટાઈગર રિઝર્વ માટે જે કંઈ ગ્રાન્ટ આવે તેનું અગાઉથી જ એનટીસીએની દેખરેખ હેઠળ આયોજન થાય ત્યારબાદ તેની સ્થળ પર કામગીરી થાય, કામગીરી દરમિયાન એનટીસીએ દ્વારા તેનું સુપરવિઝન કરવામાં આવે આ ઉપરાંત મેનેજમેન્ટ ઈફેક્ટીવનેસ ઈવોલ્યુએશન દ્વારા સમયાંતરે દરેક ટાઈગર રિઝર્વમાં એક એક બાબતોનું મોનિટરીંગ કરી તેવો રિપોર્ટ તૈયાર કરવામાં આવે તે રિપોર્ટના આધેર તેમાં સંરક્ષણ અંગે શું શું ખૂટે છે તે જાહેર કરવામાં આવે છે.
તૃણભક્ષી હરણ, નીલગાય સહિતનાઓને જરૂરીયાત મુજબનો ખોરાક, પાણી, વિસ્તાર મળે છે કેમ? તેનું પણ વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ થાય છે. આવીજ રીતે પ્રોજેક્ટ લાયનમાં કેન્દ્ર સરકારના સુપરવિઝનવાળી મોનિટરીંગ કમિટી બનાવવી જરૂરી છે. જેમાં પ્રોજેક્ટ ટાઈગરમાં કેવી-કેવી સંરક્ષણ, સંવર્ધન સહિતની કામગીરી થાય છે તેનો અભ્યાસ કરી પ્રોજેક્ટ લાયનમાં અમલવારી કરવાની સિંહ પ્રેમીઓની માંગ છે.






