સુરતમાં આપઘાતની તપાસમાં શાળાની ખુલી ગઈ પોલ, બંગ્લામાં સ્કૂલ-પ્રિન્સિપાલ ભૂતિયા
સુરતના ગોડાદરામાં આવેલી આદર્શ પબલિક સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત ક

સુરતના ગોડાદરામાં આવેલી આદર્શ પબલિક સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીઈઓ કચેરી દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં આવી હતી. બે દિવસની તપાસ બાદ રિપોર્ટ ડીઓને સબમિટ કરી દેવામાં આવ્યો છે. જોકે આ તપાસમાં સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ છે. બંગલામાં શાળા, ભૂતિયા પ્રિન્સિપાલ સહિતની બેદરકારી સામે આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ડોક્ટર પર યુવકે કેમિકલથી કર્યો હુમલો, ગંભીર હાલતમાં તબીબને ખસેડાયા હોસ્પિટલ
ફીના મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે વિદ્યાર્થિનીના પરિવારજનોએ આદર્શ પબ્લિક સ્કૂલ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, અમે ફી ન ભરી હતી. તેથી મારી દીકરી સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવ્યું હતું. તેણીને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી. જો કે શાળા પરિવાર દ્વારા આ મામલે ખુલાસો આપતા કહેવામાં આવ્યુ હતું કે, અમે વિદ્યાર્થીને ફી મામલે ક્યારે વાત કરી નથી. અમે ડાયરેક્ટ વાલીઓ સાથે જ વાત કરીએ છીએ. પરિવારજનો જ વિદ્યાર્થીનીને શાળાએ મોકલતા ન હતા.
કડક કાર્યવાહી કરાશે
ડીઈઓ કચેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આદર્શ પબ્લિક સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ હતી. આ સ્કૂલ એક બંગલામાં ચાલતી હોવાની સૌથી પહેલી બેદરકારી સામે આવી હતી. આ સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભુતીયા હોવાનું સામે આવ્યું છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમર્જન્સી દાદર નથી. સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી. જેના પગલે રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ પણ કરે છે. સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું. સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે નથી. આ તમામ બેદરકારીઓને લઈને ડિઇઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.








