VIDEO:શાળાઓ શરૂ, પણ શિક્ષકોની અછત યથાવત
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થીઓ શાળાઓમાં પરત ફર્યા છે, પરંતુ સરકારી અને ગ્


રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થીઓ શાળાઓમાં પરત ફર્યા છે, પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અછતનો પ્રશ્ન યથાવત છે. શિક્ષક સંગઠનોના આક્ષેપ મુજબ અનેક શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. આચાર્યની લગભગ 500 શાળાઓમાં નિમણૂક ન થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે માધ્યમિકમાં 700 અને ઉચ્ચતર માધ્યમિકમાં 1800થી વધુ જગ્યાઓ ખાલી છે. અંગ્રેજી, સમાજવિદ્યા જેવા વિષયોમાં અછત વધુ છે. પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયક યોજના છતાં સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસરની ચિંતા વ્યક્ત થઈ રહી છે.




