ખેલમહાકુંભની તરણ સ્પર્ધામાં સુરતની સ્કૂલના વિદ્યાર્થીઓએ માર્યુ મેદાન, ગોલ્ડ-સિલ્વર સહિતના મેળવ્યા મેડલ
સુરતના જ્હાંગીરાબાદમાં આવેલી ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં મેદ

સુરતના જ્હાંગીરાબાદમાં આવેલી ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં મેદાન માર્યું છે. રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધામાં અદભૂત સફળતા સાથે શાનદાર પરિણામ મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે. તાશા મોદી, દેવર્ષ સેલર અને શ્રેયા સારંગે અસાધારણ અને આશ્ચર્યજનક સિદ્ધિ મેળવી છે. જે સખત પરિશ્રમ, સમર્પણ અને જુસ્સાનો પુરાવો છે.
અલગ અલગ સ્પર્ધામાં મેદાન માર્યુ
ખેલમહાકુંભની સ્પર્ધામાં તાશા મોદીએ અંડર-17, 100m ફ્રી સ્ટાઇલમાં સિલ્વર અને 200m-400m ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 4x100m Medley Relayમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. દેવર્ષ સેલરે બોય્સ અંડર-17 માં 100m અને 200m Breaststroke માં સિલ્વર મેડલ અને રાજ્ય સ્તરની Aquathlon માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શ્રેયા સારંગે અંડર-17 માં 4x100m Aquathlon માં બ્રોન્ઝ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવી ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની પ્રતિષ્ઠાને ચમકાવી છે.
ટેક્વાન્ડોમાં મેડલ
રેડિયન્ટ સ્કૂલની અરાત્રિકા સિંઘની સિદ્ધિ પણ પ્રશંસા પાત્ર છે. તેણે ખેલમહાકુંભ 2024 રાજ્ય કક્ષાએ ગર્લ્સ અંડર-17, 52થી 55 kg. Taekwondo સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી સ્કૂલનું નામ રોશન કર્યું છે. સ્કૂલના પ્રેસિડન્ટ રામજીભાઇ માંગુકિયા સહિતના ટ્રસ્ટી અને શિક્ષકો અને આચાર્યએ તમામ વિજેતાને અભિનંદન પાઠવી સુવર્ણ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.








