રાજ્યમાં આકરી ગરમી વચ્ચે છૂટાછવાયા વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતમાં મે મહિનામાં આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જ

ગુજરાતમાં મે મહિનામાં આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 11મી મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 12 અને 13મી મેના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો 14મી મેના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પણ વરસાદમાં ભીંજાઇ શકે છે. આ ઉપરાંત 15મી મેના રોજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સાતમી મેના રોજ અંબાજી પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી.






