મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RAJKOT / પેપરલીક કાંડ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે આપ્યું રાજીનામું

Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BCA સેમ-4ના પેપરલીક કાંડ વચ્ચે ઇન્ચાર્જ રેજિ

RAJKOT / પેપરલીક કાંડ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે આપ્યું રાજીનામું

Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BCA સેમ-4ના પેપરલીક કાંડ વચ્ચે ઇન્ચાર્જ રેજિસ્ટ્રાર ડૉ.રમેશ પરમારે રાજીનામું આપી દીધું છે. ડૉ.રમેશ પરમારે કામનું ભારણ અને નાદુરસ્ત તબિયતનું બહાનું બનાવી રાજીનામું આપી દીધું છે. હવે ડેપ્યુટી રજિસ્ટ્રાર અમિત એસ. પારેખને ઇન્ચાર્જ રેજિસ્ટ્રાર તરીકેની જવાબદારી સોંપાઈ છે. 

BCA સેમ-4 પેપર લીક થયું

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BCA સેમે-4ની પરીક્ષા દરમિયાન ગત તા.15- 16 ને 18 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ સુધી પ્રત્યેક પેપરમાંથી પાંચ-પાંચ માર્કનાં પ્રશ્નો હાથેથી લખીને સોશ્યલ મીડીયામાં વાઈરલ કરવામાં આવ્યા હતાં. આ બાબતે વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ કોલેજ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાને બદલે નિવૃત જજની કમીટીની રચના કરવાનું જાહેર કરી યુનિવર્સીટીએ જાણે હાથ ખંખેરી નાખ્યા હોય તેવી છાપ ઉભી થતા વિદ્યાર્થી કાર્યકરો યુનિ. કાર્યાલયે ધસી ગયા હતાં. 

એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે BCA સેમે-4ની પરીક્ષાનાં પેપરમાં રાજકોટમાં જ કેટલાક રાજકીય આગેવાનની કોલેજો સંડોવાયેલી હોવાથી પગલાં લેવામાં આવ્યા નથી.

આ સમાચાર શેર કરો