મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિયેશને મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો ખુલ્લો પત્ર, લગાવ્યા ગંભીર આરોપ

રાજ્યના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. રાજ

Rajkot news: સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિયેશને મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો ખુલ્લો પત્ર, લગાવ્યા ગંભીર આરોપ

રાજ્યના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે.  રાજકોટમાં સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિયેશને મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને પુરવઠા મંત્રીને મગફળી મામલે ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર લખીને નાફેડ સહિતની સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવેલી મગફળી હાલ વેચાણ ન કરવાની અપીલ કરી છે.

12 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદી હતી

ગત સીઝનમાં નાફેડે 12 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદી હતી, જેને સરકારે 26 માર્ચથી વેચાણ માટે બજારમાં મૂકી છે. એસોસિયેશનનું કહેવું છે કે હાલ ખેડૂતો પાસે મગફળીનો મોટો સ્ટોક છે, અને જો સરકાર આ સમયે પોતાનો સ્ટોક વેચશે તો બજારમાં મગફળીના ભાવ ઘટી જશે.

મગફળીનું વેચાણ રોકવું જોઈએ

 ખુલ્લા પત્રમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો  છે કે જેનાથી ખેડૂતોને નુકસાન થશે., ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે હાલ મગફળીનું વેચાણ રોકવું જોઈએ એવી માગણી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો