મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha news: તાંત્રિક બની લોકોને ઠગતા સરપંચને પદ પરથી હટાવાયા, પોલીસે કરી ધરપકડ 

તાંત્રિક બની લોકો સાથે છેતરપિંડી કરનાર ઈડરના રાવોલ ગામના સરપંચને ડીડીઓએ

Sabarkantha news: તાંત્રિક બની લોકોને ઠગતા સરપંચને પદ પરથી હટાવાયા, પોલીસે કરી ધરપકડ 

તાંત્રિક બની લોકો સાથે છેતરપિંડી કરનાર ઈડરના રાવોલ ગામના સરપંચને ડીડીઓએ હોદ્દા પરથી દૂર કર્યા છે. જાદર તેમજ ખેડબ્રહ્મા પોલીસે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડીની ફરિયાદ નોંધી સરપંચ અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી છે. 

તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરવાની જાળમાં લોકોને ફસાવ્યા

પ્રાપ્ત માહિતી મુજબ ઈડર તાલુકાના રાવોલ ગામના સરપંચ ભુવા બની તાંત્રિક વિધિ કરતા હતા અને લોકો સાથે છેતરપિંડી પર કરતા હતા, જેની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતા તેઓએ તાત્કાલિક અસરે સરપંચ અલ્પેશ ઠાકોરને હોદ્દા પરથી દૂર કર્યા છે. આ કાર્યવાહી પછી જાદર તેમજ ખેડબ્રહ્મા પોલીસે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી અને પોલીસે આ ઠગ સરપંચની ધરપકડ કરી છે. અલ્પેશ ઠાકોરે તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરવાની જાળમાં અનેક લોકોને ફસાવ્યા હતા. સરપંચ તરીકે વિજયી થયાના પોણા બે મહિનામાં તેમનું કારસ્તાન સામે આવતા તેઓને પદ પરથી દૂર કરાયા છે. 

આ સમાચાર શેર કરો