મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: રેતી માફિયાઓ બેફામ, ખનીજ વિભાગની ગાડીને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર, અધિકારીઓનો આબાદ બચાવ

સુરત જિલ્લામાં રેતી ચોરો હવે કાયદાના રક્ષકો પર હુમલો કરતા અચકાતા નથી. કામર

સુરત જિલ્લામાં રેતી ચોરો હવે કાયદાના રક્ષકો પર હુમલો કરતા અચકાતા નથી. કામરેજ નજીક ખનીજ વિભાગની ટીમ રેતી ભરેલા શંકાસ્પદ ડમ્પરનો પીછો કરી રહી હતી, ત્યારે ડમ્પરને રોકવાનો પ્રયાસ કરતા ડમ્પ્પર ચાલકે તાપી બ્રિજ પર સરકારી બોલરોને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કર એટલી ભીષણ હતી કે સરકારી બોલેરો સીધી હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી.આ જીવલેણ હુમલામાં અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ડમ્પર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  

આ સમાચાર શેર કરો