સાણંદ-વિરમગામ હાઈવે વાહન-વ્યવહાર માટે કરાયો બંધ, ભારે વરસાદને પગલે તંત્રએ લીધો નિર્ણય
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે અમદાવાદ-વિરમગામ હાઈવે પર પાણીન

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે અમદાવાદ-વિરમગામ હાઈવે પર પાણીનો ભારે પ્રવાહ શરૂ થતાં તંત્રએ સુરક્ષાના ભાગરૂપે હાઈવે વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારે પાણીના વહેણને કારણે સાણંદથી વિરમગામ તેમજ વિરમગામથી સાણંદ તરફ જતી તમામ પ્રકારની વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે.
તંત્રે જણાવ્યું છે કે હાલ આ માર્ગ પરથી વાહન પસાર કરવું જોખમી હોવાથી મુસાફરી ટાળવી જરૂરી છે. વાહનચાલકો અને નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની તેમજ આ માર્ગ પર પ્રવાસ ન કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે. પાણીનું સ્તર ઘટે અને માર્ગ સલામત બન્યા બાદ જ હાઈવે ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.




