મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાણંદ-વિરમગામ હાઇવે પર અકસ્માત: આઇસર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ૫ કિમી લાંબો ટ્રાફિક જામ

અમદાવાદના સાણંદ-વિરમગામ હાઈવે પર આઇસર અને ટ્રક વચ્ચે અ

તસવીર: GSTV

અમદાવાદના સાણંદ-વિરમગામ હાઈવે પર આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી. વિરોચનનગર ગામના પાટિયા નજીક બનેલી ઘટનામાં બંને વાહનો અથડાતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માતના કારણે સાણંદ અને વિરમગામ બંને તરફ અંદાજે પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો