મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'મારા બચાવ અર્થે મે નોટ્સ તૈયાર કરી છે તેમાં સહી કરવી જ પડશે', સાગઠીયાએ અધિકારીઓ પર કર્યું હતું દબાણ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્

'મારા બચાવ અર્થે મે નોટ્સ તૈયાર કરી છે તેમાં સહી કરવી જ પડશે', સાગઠીયાએ અધિકારીઓ પર કર્યું હતું દબાણ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મનસુખ સાગઠિયાની સામે ક્રાઈમ બ્રાન્ચ ખાતે IPC કલમ 465, 466, 467, 471 સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.

 મનસુખ સાગઠિયાની IPC કલમ 465, 466, 467, 471 સહિતની કમલ લાગુ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI ડી.સી. સાકરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલીકા તત્કાલીન ટાઉન પ્લાનિંગ શાખાના ઓફિસરના અધ્યક્ષ સ્થાને શાખાની કામગીરી અંતર્ગત તેમણે લેવાની સમયાંતરેની મિટિંગો યોજી કે ન યોજી હોય, પરંતુ અલગ-અલગ તારીખોની બનાવટી મિનિટ્સ નોટ બનાવી હતી.

ખોટી મિનિટ્સ નોટ બનાવી

આ મિનિટ્સ નોટ બનાવી તે ખરી ન હોવાનું જાણવા છતા ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગના બનાવના ગુનાની જવાબદારીમાંથી બચવા અને રજૂ કરવા અર્થે મનસુખ સાગઠિયાએ પોતાના કબજામાં રાખી હતી.

અગ્નિકાંડ સર્જાયા પછી મનુસખ સાગઠિયાએ બેઠક બોલાવી

TRP ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા પછી મનુસખ સાગઠિયાએ બેઠક બોલાવી હતી. 27 મે 2024ના રોજ સાંજના 6:30 વાગ્યે સેન્ટ્રલ ઝોન ખાતે મીટીંગ બોલાવી હતી.  Whatsapp ગ્રુપના માધ્યમથી એટીપી રાજેશ મકવાણાએ મનુસખ સાગઠિયાને જાણ કરી હતી.

આ સમાચાર શેર કરો