VIDEO/ Dwarkaમાં યાત્રિકોની સુરક્ષા માટે સેફ્ટી રોબોટ નદીમાં મૂકાયો, હાઇસ્પીડ બોટ સાથે ફાયર ટીમ તૈનાત
Dwarka News: દ્વારકા ગોમતી નદીમાં અવાર નવાર ડૂબવાની ઘટના બનતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા ગ
Dwarka News: દ્વારકા ગોમતી નદીમાં અવાર નવાર ડૂબવાની ઘટના બનતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા ગોમતી નદીમાં સેફ્ટી રોબોટ મૂકવામાં આવ્યો છે. ઓટોમેટિક રિમોટ કંટ્રોલથી ચાલતો સેફ્ટી રોબોટ મૂકવામાં આવ્યો છે. દ્વારકા ફાયર વિભાગ દ્વારા રોબોટની ટ્રેનિંગ મેળવવામાં આવી છે. દ્વારકાની ગોમતી નદીમાં ફાયર ટીમ તૈનાત કરાઇ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક જોવા મળ્યું છે.
હાઇસ્પીડ રેસ્ક્યુ બોટ સાથે ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે. તેમજ સલામતીના ભાગરૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે. ગોમતી નદીમાં સ્નાન ન કરવા જવા માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.



