Video: જંબુસર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ વિવિધ પડતર માગણીઓ અને જાતીય ભેદભાવના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાલ

જંબુસરમાં પાલિકા તંત્ર દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા સફાઈ કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા, સાતમા પગારપંચના લાભો આપવા, દિવાળી બોનસનું એડવાન્સ ચૂકવવું તેમજ કામદારો સામે રાખવામાં આવતો જાતીય ભેદભાવ બંધ કરવા જેવી માંગણીઓ સાથે અખિલ ગુજરાત સફાઈ કામદાર સમિતિના મંત્રી બાબુભાઈ સોલંકીના નેતૃત્વમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ થયેલા સમાધાનનો અમલ ન થતા કામદારોએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં શહેરમાં સફાઈ વ્યવસ્થા ખોરવાઈ જવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે.





