મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જંબુસર: એસટી ડેપો વિસ્તારમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

ભરૂચના જંબુસરના એસટી ડેપો નજીક આવેલી જમાદાર મોબાઈલ સામેની ગલીમાં નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે બે નિર્દોષ બાળકો ખુલ્લી ગટરમાં પડી જવાની દુર્ઘટના બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઇલેક્શન પૂર્ણ થતાં જ પાલિકાતંત્ર દ્વારા બંધ ગટરને ખુલ્લી કરી દેવામાં આવી હતી...ગટરમાં પડેલા બંને બાળકોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. તંત્રની આ બેદરકારી વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જો બાળકો સાથે કોઈ અણબનાવ બનશે તો તેનો જવાબદાર કોણ તેવા આકરા સવાલ ઊભા થયા છે....

આ સમાચાર શેર કરો