જૂનાગઢ: ભવનાથના મેળામાં અજાણ્યા શખ્સોએ સાધુને ઢોરમાર માર્યો, સિવિલના ICU વોર્ડમાં સારવાર હેઠળ
જૂનાગઢના ભવનાથના મેળામાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ભવનાથના મેળામાં અજાણ્યા શખ્સોએ સાધુને બ

જૂનાગઢના ભવનાથના મેળામાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ભવનાથના મેળામાં અજાણ્યા શખ્સોએ સાધુને બેફામ માર માર્યો હતો. કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ લાકડી વડે સાધુને માર મારતા તેઓએ રસ્તા પર ઢળી પડ્યા હતા. સાધુની સ્થિતિ અત્યંત ગંભીર બનતા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
પોલીસે શકમંદ યુવાનોને ઝડપ્યા
વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. કયા કારણોસર માર મારવામાં આવ્યો તે જાણી શકાયું નથી. પોલીસે શકમંદ યુવાનોને ઝડપ્યા છે. જોકે સાધુના સ્ટેટમેન્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાધુ અસ્થિર મગજના હોવાની પણ પ્રાથમિક માહિતી છે. જોકે પોલીસ તપાસ ચલાવી રહી છે.




