VIDEO: Himmatnagarના હાથમતી બ્રિજ પર ચઢેલી મહિલાની પડતું મૂકવાની હિમ્મત ના થઈ! આપઘાત કરતા લોકોએ બચાવી..
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર-ઈડર હાઈવે પર આવેલા હાથમતી નદીના બ્રિજ પર એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં મહિલા બ્રિજ પરથી પડતું મૂકવાનો પ્રયાસ કરતી હતી, જે કેમેરામાં કેદ થઈ હતી. જો કે, સ્થાનિકોની સમયસૂચકતાથી મહિલાને ખેંચી લઈને બચાવી લીધી.
મહિલાની ઓળખ અને આત્મહત્યાના કારણો હજુ અકબંધ છે, આ ઘટનાએ સોશિયલ મીડિયામાં આત્મહત્યાના વધતા કેસો અંગે ચર્ચા શરૂ કરી છે,

